ભાગેડુ આપ ધારાસભ્ય ચૈતર વસાવાનું 40 દિવસ બાદ સરેન્ડર

Wednesday 20th December 2023 06:05 EST
 
 

ડેડિયાપાડાઃ નર્મદા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ બાદ નાટ્યાત્મક ઢબે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી. વનકર્મીઓને ધમકાવી હવામાં ગોળીબાર કરી રૂ. 60 હજાર પડાવી લેવા સંદર્ભમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ થતાં જ ધારાસભ્ય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બીજી તરફ સેશન્સ અને હાઇકોર્ટે તેમની આગોતરા જામની અરજી ફગાવી દીધી હતી. તેમની પાસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા કે પછી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પોલીસે અગાઉ ચૈતરનાં પત્ની શકુંતલા, અંગત મદદનીશ અને ખેડૂત મળી 3 વ્યક્તિની ધરપકડ કરી હતી.


comments powered by Disqus