ભારતીય નેવીએ અરબી સમુદ્રમાં 18 સભ્યોને લઈને જઈ રહેલા માલ્ટાના ધ્વજ સાથેના એક જહાજને અપહરણના પ્રયાસથી બચાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ કાર્ગો જહાજને દરિયાઈ ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મદદની અપીલ પર ભારતીય નેવીએ તત્કાળ પ્રતિસાદ આપી તેને મુક્તિ અપાવી હતી.

