મલેશિયા આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધામાં મોડાસાની નિયોમી શાહ ત્રીજા સ્થાને

Wednesday 20th December 2023 06:09 EST
 
 

મોડાસાઃ મલેશિયામાં યુસીએમએએસ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા યોજાયેલી આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધામાં મૂળ મોડાસાના ભેરુંડાની નિયોમી રાકેશભાઈ શાહે ત્રીજું સ્થાન મેળવી અરવલ્લી જિલ્લા, રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં તેનામાં રહેલી શક્તિ દ્વારા ધારદાર પ્રદર્શન બતાવીને દેશનું નામ રોશન કર્યું હતું. મલેશિયામાં આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા યોજાયેલી આંતરરાષ્ટ્રીય ગણિત સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવતાં અરવલ્લી પંથકના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજે ગૌરવ અનુભવી દીકરીને શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus