ભાવનગરઃ જામનગરના સચાણામાં શિપબ્રેકિંગ ઉદ્યોગ પુન: શરૂ થયો છે. મંદીના માહોલમાં અલંગમાં જહાજોની આવક ઘટી છે, ત્યારે સચાણા ખાતે પણ શિપબ્રેકિંગ યાર્ડ શરૂ થતાં અલંગની હરીફાઈ વધશે. 11 વર્ષની કાનૂની લડાઈ અને અડચણો બાદ સચાણા શિપબ્રેકિંગ યાર્ડ ધમધમતું થયું છે અને 11 વર્ષ બાદ પ્રથમ જહાજ ગુરુવારે સચાણાના પ્લોટ નં. 17માં આવ્યું છે.
વર્ષ 2011-12માં સચાણા ખાતે 18 શિપબ્રેકિંગ પ્લોટમાં કુલ 38 જહાજ ભંગાયાં હતાં. અને ત્યારબાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને વન-પર્યાવરણ વિભાગ વચ્ચે મરિન નેશનલ પાર્ક, રાષ્ટ્રીય અભયારણ્ય અંગે વિવાદ સર્જાતાં શિપબ્રેકિંગ વ્યવસાય બંધ કરાવાયો હતો.

