રાજપીપળાઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રવિવારે એકતાનગરસ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 45 માળની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદયસ્થાનેથી વિદ્યાંચલ-સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રદર્શન સહિત સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ નિહાળ્યા બાદ નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો ટપકાવ્યા હતા. ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મને અહીં આવવાની સુવર્ણ તક મળી, હું ભાગ્યશાળી છું.

