સુરતઃ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરાના અને રાકેશ કંસલ પર દરોડામાં કુલ રૂ. 700 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા, જેમાં 400 કરોડના ડોક્યુમેન્ટ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ઝડપી લેવાયા હતા. સુરાના બિલ્ડર ગ્રૂપે દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ હાથ ન લાગે એ માટે સતત 5 ફ્લેટ બદલ્યા હતા, પરંતુ અધિકારીઓ 250 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આખરે 400 કરોડના ડોક્યુમેન્ટ સુધી પહોંચી ગયા હતા.
બિલ્ડરના માણસો કોઈ વાર કાર તો કોઈ વાર ટુ-વ્હીલરનો ઉપયોગ કરતા હતા. 5 ફ્લેટ આ રીતે બદલાયા હતા અને અધિકારીઓને આ ડોક્યુમેન્ટ મળતાં 2 દિવસ લાગ્યા હતા. મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ રૂ. 500 કરોડ અને રાકેશ સંકલને ત્યાંથી રૂ. 200 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. જેમાં રોકડ વ્યવહાર, લોન, કન્સ્ટ્રક્શનના ખર્ચમાં વપરાયેલી રોકડના દસ્તાવેજનો સમાવેશ થાય છે.

