હાઈકોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી

Wednesday 20th December 2023 05:29 EST
 
 

અમદાવાદઃ તથ્યના જામીન પર શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં વકીલે દલીલો કરતાં કહ્યું હતું કે, રાત્રે 12:30 વાગ્યે રોડ પર ટ્રાફિક હોય એવું માની ન શકાય, આ સંપૂર્ણ કેસ બેદરકારીનો છે. ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષને વારાફરથી 2 કલાક સુધી દલીલો સાંભળી તથ્યની જામીન અરજી ફગાવી દીધી છે. હવે તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.


comments powered by Disqus