પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો વન્ય સંપદાની સાથે રેતી, કપચી, માર્બલ, ગ્રેનાઈટ સહિતની ભરપૂર ખનીજ સંપદા પણ ધરાવે છે. જે ખનીજની આવકથી રાજ્ય સરકાર દરવર્ષે કરોડોની આવક કરે છે, જે 10 વર્ષમાં રૂ. 538 કરોડની આવક થઈ છે. બનાસ નદીની રેતી મુંબઈ સુધી, તો મંદિરમાં વપરાતો સફેદ માર્બલ ભારતભરમાં જાય છે. હવે અંબાજીના માર્બલને વૈશ્વિક ઓળખ માટે જીઆઇ ટેગ પણ મળશે. કલેક્ટર વરૂણ બ૨નવાલે જણાવ્યું કે, બનાસકાંઠામાં મુખ્ય બે મિનરલ્સ રેતી અને માર્બલ છે. જેમાં અંબાજીમાંથી નીકળતા સફેદ માર્બલને ટૂંક સમયમાં જીઆઇનું રેકોગ્નાઇઝેશન ટેગ મળવા જઈ રહ્યું છે, આનાથી અંબાજીના માર્બલને વૈશ્વિક ઓળખ મળશે. આંતરરાષ્ટ્રીય બજા૨માં આપણા માર્બલની વેલ્યુ વધશે. આનાથી માઇનિંગ એકમોને લાભ મળવાની સાથે વેપારીઓને પણ લાભ મળશે.

