હિમતનગરઃ ઈડર તાલુકાના આરસોડિયા ગામમાં ગુરુવારે મહિલાઓ રણચંડી બની હતી અને દારૂના અડ્ડા ૫૨ હલ્લાબોલ કરી કાંખમાં નાના નાના બાળક અને માથે દારૂના ડબા મૂકી તમામ દારૂ ઢોળી દીધો હતો. મહિલાઓએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો કે ગામમાં દારૂડિયા પતિ દારૂ પીને અમને મારઝૂડ કરે છે. પૈસાના બગાડની વાત કરીએ તો શાકભાજીના પૈસા મળે છે ને અમારે પણ દારૂ પીવા જોઈએ એવો જવાબ આપે છે. ખુલેઆમ દારૂ વેચાવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. રોજ પોલીસની ગાડી પણ આવે છે પરંતુ તેમને દારૂના અડ્ડા દેખાતા નથી પોલીસ કામ કરતી નથી એટલે અમારે જાતે ડબ્બા માથે કરી ઢોળી દેવા પડ્યા. આરસોડિયા ગામમાં હવે દારૂડિયો કે દારૂનો અડ્ડો ન જોઈએ. અમારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી જવું પડશે તો પણ જઈશું.

