ભાવનગરઃ ભાદરવી અમાસના રોજ ભાવનગરના કોળિયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં સાંનિધ્યમાં પરંપરાગત લોકમેળો યોજાયો હતો. ભાવનગર જિલ્લા તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાત સહિત દેશભરમાંથી એક લાખથી વધુ ભાવિકોએ નિષ્કલંક મહાદેવનાં દર્શન કરી દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી અમાસના મેળા દરમિયાન વહિવટીતંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકીને મેળામાં સુચારુ વ્યવસસ્થા ગોઠવી હતી.

