કોડીનારઃ પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડ્યો છે. કોડીનારના નાનાવાડાના માછીમારનું હાર્ટએટેકના કારણે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું હતું, જેનો મૃતદેહ 45 દિવસે માદરે વતન આવ્યો છે. કોડીનારના નાનાવાડા ગામના જગદીશભાઈ બાંભણિયા નામના માછીમારનું કરાચીની લાડી જેલમાં મોત થતાં મૃતદેહ નાનાવાડા લાવવામાં આવ્યો હતો. 45 દિવસ પહેલાં આ માછીમારને હાર્ટએટેક આવતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ફિશિરીઝ વિભાગના ડો. પરવેઝ મહીડા દ્વારા મૃતદેહ પરિવારને સોંપાયો. માછીમાર 18 માસ પહેલાં પોરબંદરની બોટમાં ફિશિંગ કરતા હતા, ત્યારે પાક મરિન ખલાસીઓને ઉઠાવી ગઈ હતી, જ્યાં 6 ઓગસ્ટે હાર્ટએટેકથી તેમનું મોત થયું હતું.

