સુરત: છેલ્લા કેટલાક વર્ષોથી માટીની પ્રતિમાની સ્થાપી ઘરઆંગણે જ વિસર્જન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે હવે છાણની અને બીજવાળી પ્રતિમાની માગ વધી છે. પ્રતિમાના વિસર્જન બાદ માટીને કુંડામાં નાંખતા તેમાંથી છોડ ઊગે છે. જ્યારે છાણની પ્રતિમાનું વિસર્જન કરીને ખાતર તરીકે વપરાય છે.
ગૌશાળાના સંચાલક અને છાણની મૂર્તિ બનાવનારા રાજેશ વસાવાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા ગાયના છાણમાંથી પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો. છાણને સૂકવીને પાઉડર બનાવી 1 ફૂટથી અઢી ફૂટ સુધીની પ્રતિમા બનાવાય છે. .
ગત વર્ષે 1000 મૂર્તિ વેચાઇ હતી. જોકે, આ વખતે અત્યાર સુધીમાં 7000 મૂર્તિ વેચાઇ ગઇ છે . હજુ ઓર્ડર છે. આ મૂર્તિ માટે મહારાષ્ટ્રમાંથી પણ આર્ડરો આવી રહ્યા છે. મૂર્તિને ઘરમાં તપેલામાં જ વિસર્જન કરીને છાણવાળું પાણી છોડમાં ખાતર તરીકે નાખી શકાય છે.

