વર્ષો પહેલાં પાકિસ્તાનમાંથી આવીને થરાદના શિવનગરમાં વસેલા મેઘવાળ સમાજની 1000 નિરક્ષર બહેનોની ભરત-ગૂંથણની કળાએ દેશના સીમાડા વટાવ્યા છે. આ બહેનો દ્વારા તૈયાર કરાયેલી રૂ. 10 હજારની સાડી ગાંધીનગર આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગુજરાતના મુખ્યમંત્રીને ઓઢાડી હતી. બનાસકાંઠાની આ કળા દેશ-વિદેશમાં વખણાઈ રહી છે અને અત્યાર સુધી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15 એવોર્ડ મળી ચૂક્યા છે.

