દ્વારકા પાસેના પિંડારા ગામે યોજાઈ મલ્લકુશ્તી સ્પર્ધા

Wednesday 20th September 2023 06:41 EDT
 
 

ખંભાળિયાઃ દ્વારકા નજીક પિંડારા ગામે વર્ષોથી પરંપરાગત યોજાતી મલ્લકુશ્તી મેળો અનેરો ઉત્સાહ સાથે યોજાયો હતો. પિંડારા ગામના મેળામાં આ વખતે ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગે વહીવટી તંત્રના સંક્લનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ નૃત્ય, રાસ સહિતની કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે, ત્યાં વર્ષોથી આસપાસનાં ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુશ્તી રમવા માટે એકઠા થાય છે.


comments powered by Disqus