ધો. 4 પાસ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ટેબલેટમાં ચિત્ર દોરીને પ્રશ્ન પૂછયા

Wednesday 20th September 2023 06:14 EDT
 
 

ગાંધીનગરઃ અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ધો. 4 પાસ છે. તેમને વાંચતાં પણ આવડતું નથી તેવા સંજોગોમાં ગૃહમાં ટેબલેટનો કેવી રીતે ઉપયોગ કરે તે મૂંઝવતો સવાલ હતો. જો કે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહે આગવી સૂઝબૂઝ વાપરી પિક્ચર મેથડ વિકસાવી છેે. ભાષણમાં મુદ્દાઓ યાદ રાખવા માટે તેઓ ચિત્રોનો બખૂબી ઉપયોગ કરે છે. ચિત્રો જોઈને ભાષણ-રજૂઆત કરે છે. ગૃહમાં પ્રેક્ટિસ સેશન વખતે પણ પ્રદ્યુમ્નસિંહે પ્રશ્નોતરીમાં ભાગ લીધો હતો અને પોતાના મત વિસ્તારના પ્રાણપ્રશ્ન વિશે રજૂઆત કરી હતી. તેમને ટેબલેટ તરફ જોઈને અન્ય ધારાસભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા હતા, ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ ફોડ પાડ્યો કે, પ્રદ્યુમ્નસિંહે ટેબલેટમાં નોટપેડમાં પોતાના હાથે ચિત્રો દોર્યાં છે, તે આધારે તેઓ ગૃહમાં પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા છે. 


comments powered by Disqus