પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના મેળાનો પ્રારંભ

Wednesday 20th September 2023 06:32 EDT
 
 

સુરેન્દ્રનગરઃ કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો 18 સપ્ટેમ્બરથી વરસતા વરસાદ વચ્ચે શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડકે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ લોકમેળાના આકર્ષણસમી ગ્રામીણ ઓલિમ્પિકસનો શુભારંભ થયો હતો.
સાંસ્કૃતિક વિરાસતનો સમૃદ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગરના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહીં, દેશ-વિદેશથી અનેક શ્રદ્ધાળુ આવે છે. આ લોકમેળાનું અનેરું મહાત્મ્ય છે. તરણેતરના આ લોકમેળાના આકર્ષણસમા ગ્રામીણ ઓલિમ્પિકસનો શુભારંભ થતાં 3000 મીટર દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus