પૂરતો વરસાદ ન થતાં દોઢ મહિના પહેલાં જ તૈયાર થયું ધોરડોનું રણ

Wednesday 20th September 2023 07:03 EDT
 
 

પહેલી નવેમ્બરે શરૂ થતાં રણોત્સવના દોઢ મહિના પહેલાં જ ધોરડોનું સફેદ રણ તૈયાર થઈ ગયું છે. ચોમાસા અને ખાડીમાંથી આવતું દરિયાઈ પાણી ડિસેમ્બરના અંત ભાગ સુધી માંડ સુકાતું હોય છે, પરંતુ આ વર્ષે ઓગસ્ટમાં પૂરતો વરસાદ ન થતાં અને ઉત્ત૨-પૂર્વીય પવનના લીધે સપ્ટેમ્બર મધ્યમાં જ પાણી સૂકાવાં લાગ્યાં છે. આશરે બે માસ અગાઉ જ મીઠાનું સરોવ૨ સફેદ રણમાં પરિવર્તિત થતાં રણોત્સવ પહેલાં જ સહેલાણીઓ સફેદ રણ નિહાળી શકશે.


comments powered by Disqus