પ્રધાનમંત્રી મોદીના અનન્ય ચાહક

Wednesday 20th September 2023 06:57 EDT
 
 

પ્રધાનમંત્રી મોદીના લાખો-કરોડો ચાહકો છે, પરંતુ સુરતના 68 વર્ષના મિકેનિકલ એન્જિનિયર જેવા કેટલાક જ ચાહક જોયા હશે. લોકો પોતાના શરીર પર પ્રિયજન કે ભગવાનનાં નામ કે અન્ય કોઈ ટેટૂ કરાવે છે, પરંતુ પ્રકાશભાઈએ મોદીના જન્મદિવસે તેમને ભેટ આપવા તેમના હાથ પર તેમના ફોટો અને સિગ્નેચર સાથેનું પરમેનન્ટ ટેટૂ બનાવ્યું છે. તેમનું કહેવું છે કે, તકલીફમાં તેમની તસવીર જોઈને પોઝિટિવિટી આવી જાય છે. બસ હવે તો તેઓ એકવાર દિલ્હી બોલાવી લે અને તેમનાં દર્શન આપે તો ચારધામની યાત્રા પૂરી થઈ તેમ સમજીશ. 


comments powered by Disqus