અમદાવાદઃ એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ મંગળવારે રાત્રે 9.50 વાગ્યે ટેકઓફ થવાની હતી. 170 પેસેન્જર સાંજે 7 વાગ્યાથી એરપોર્ટ પહોંચી ગયા હતા અને સિક્યુરિટી ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી ટર્મિનલમાં બેઠા હતા. ફ્લાઇટ 30 મિનિટ મોડી આવ્યા પછી કેપ્ટને કહ્યું કે, સોરી મારી ડ્યૂટી પૂરી થઈ ગઈ છે અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ ટેકઓફ કરવા ઇનકાર કરતાં રોષે ભરાયેલા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. આ ફ્લાઇટમાં સવાર સ્ટુન્ડ વિઝા ૫૨ જનારા વિદ્યાર્થીઓ સહિત અમેરિકા, કેનેડાના ઇન્ટરનેશનલ કનેક્ટિંગવાળા પેસેન્જર રઝળી પડ્યા હતા. એર ઇન્ડિયા અમેરિકા, કેનાડા સહિતના અન્ય દેશો માટે ઊંચું ભાડું વસૂલતી હોવા છતાં ફ્લાઇટનાં ઠેકાણાં ન હોવાથી પેસેન્જરોને કડવો અનુભવ થયો હતો.

