ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાનાં પત્નીને બંધક બનાવી લૂંટ

Wednesday 20th September 2023 07:04 EDT
 
 

ભિલોડાઃ ગુજરાતમાં ચોરી-લૂંટની વધતી જતી ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. રાજ્યના પૂર્વ એસપી અને ભિલોડાના ધારાસભ્યના ગામડે આવેલા ઘરે તેમની પત્નીને બંધક બનાવી લુટારુઓએ સોના-ચાંદી અને રોકડની લૂંટ ચલાવી હતી.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અને SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાને લઈ ધારાસભ્ય બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા. તો અરવલ્લીના એસપી સહિતનો પોલીસ કાફલાએ તપાસ હાથ ધરી છે. ઘટનામાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે.


comments powered by Disqus