નવી દિલ્હીઃ મોદી સરકારે ભારતીય વાયુસેના માટે 12 સુખોઈ-30 એમકેઆઇ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. આ ફાઇટર પ્લેન્સ હિન્દુસ્તાન એરોનોટોટિક્સ લિમિટેડ બનાવે છે. સુખોઈ-30 60 ટકા સ્વદેશી અને સંપૂર્ણપણે આધુનિક અને નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે છે.
સુખોઈ-30 એ 12 વિમાનોનું સ્થાન લેશે, જે દુર્ઘટનાના કારણે નષ્ટ થઈ ચૂક્યાં છે. આ મલ્ટિરોલ કોમ્બેટ એરક્રાફ્ટ દ્વારા હવાથી જમીન અને હવાથી હવામાં એકસાથે યુદ્ધ લડી શકે છે. સુખોઈ-30 ઝડપથી અને ઓછી ગતિએ કલાબાજી કરતાં દુશ્મનને થાપ આપી શકે છે.

