નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્લોબલ પ્રોપ્યુલારિટી ફરી એકવાર સાબિત થઈ છે. પ્રધાનમંત્રી મોદીને એક સરવે દરમિયાન ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબરે પસંદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનને આ લિસ્ટમાં 76% અપ્રૂવલ રેટિંગ મળ્યું છે, જ્યારે તેમની સાથેના અન્ય ગ્લોબલ લીડર્સ રેટિંગ પ્રમાણે ઘણા પાછળ રહ્યા છે. મોદી પછી સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% સાથે બીજા ક્રમે અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે. ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે આ યાદી બહાર પાડી છે.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ 48% રેટિંગ સાથે પાંચમા, ઇટાલીના પીએમ જી. મેલોની 42% સાથે છઠ્ઠા સ્થાને અને યુએસ પ્રમુખ જો બાઇડન 40% રેટિંગ સાથે સાતમા સ્થાને છે. એ જ સમયે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક 27% સાથે 15મા સ્થાને છે.
જૂન 2023માં ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદીમાં પણ પીએમ મોદી ટોપ પર હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ તેમના રેટિંગમાં 2%નો ઘટાડો થયો છે. છેલ્લી વખતે તેમને 78% એપ્રૂવલ રેટિંગ મળ્યું હતું. ત્યારે જો બાઇડન સાતમા સ્થાને હતા, જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.

