શ્રાવણના અંતિમ દિવસે કોટેશ્વરમાં મહાદેવની પાલકીયાત્રા

Wednesday 20th September 2023 07:02 EDT
 
 

અંબાજી: કોટેશ્વર મહાદેવ ભગવાન શિવના અતિપ્રાચીન મંદિરમાં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો મહાદેવનાં દર્શન અને પૂજા અને જળાભિષેક માટે પહોંચે છે. આ પ્રસંગે વિશેષ પૂજા-અર્ચના સહિત વિશિષ્ટ શણગાર પણ કરાય છે, જેનો ભક્તો લાભ લે છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અંબાજી પાસેના કોટેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન શિવની પાલકીયાત્રા નીકળી હતી. જે અંતર્ગત મહાદેવને સવા લાખ બીલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. 


comments powered by Disqus