શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને અન્નકૂટ દર્શન શૃંગાર

Wednesday 20th September 2023 06:45 EDT
 
 

સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં શ્રાવણરૂપી શિવોત્સવનું સમાપન અન્નકૂટ શૃંગાર સાથે કરાયું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારનાં મિષ્ટાન્ન સાથે અન્નકૂટ ભોગ ધરાવાયો હતો. જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે, તે જ રીતે જીવનમાં વિવિધ પડકારો, ચડતી-પડતી ઉત્સાહ જાળવી રાખે છે. જીવનની દરેક પરિસ્થિતિને સ્વીકારી આગળ વધવું એ જ મનુષ્યનું કર્મ છે તેવો સંદેશ અન્નકૂટ શ્રૃંગાર દ્વારા અપાયો હતો. 


comments powered by Disqus