હિમાચલના મુખ્યમંત્રીએ બચત રાહતફંડમાં દાન કરી

Wednesday 20th September 2023 07:44 EDT
 

 હિમાચલના સીએમ સુખવિન્દર સિંહ સુખુએ તેમની જીવનભરની બચત આપત્તિ રાહત ફંડમાં દાન કરી દીધી છે.

• અન્નાદ્રમુકે ભાજપ સાથે છેડો ફાડ્યોઃ પૂર્વ દ્રવિડ નેતા અન્નાદુરાઇ અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ બાદ અન્નાદ્રમુકે સોમવારે ભાજપ સાથે રાજકીય જોડાણ તોડી નાખ્યું છે. પલાનીસ્વામી અને અમિત શાહની મુલાકાત પછી આ ઘટનાક્રમ સર્જાયો છે.

• મોટાભાઈની ભૂમિકામાં કોંગ્રેસ બલિદાન આપવા તૈયાર નથીઃ ઇન્ડિયા ગઠબંધન બનાવી કોંગ્રેસ મોટાભાઈની ભૂમિકા તો નિભાવી રહી છે, પરંતુ બલિદાન આપવાની ભૂમિકા નહીં નિભાવીને પોતાના પ્રભુત્વવાળા અંદાજમાં આવી ગઈ છે.

• આતીફ અસ્લમનું ગીત પાછું ખેંચી લેવાયુંઃ તાજેતરમાં કાશ્મીરમાં ભારતીય સલામતી દળો પર આતંકી હુમલાને પગલે આતીફ અસ્લમને પ્લેટફોર્મ આપવાનો વિરોધ થતાં તેનું ગીત પાછું ખેંચી લીધું.

• બાંકેબિહારી મંદિરની જમીનને કબ્રસ્તાન જાહેર કરાઈઃ મથુરાના પ્રખ્યાત બાંકેબિહારી મંદિરની જમીનને સરકારી કાગળો પર કબ્રસ્તાન તરીકે નોંધવાના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે જમીનને 60 દિવસની અંદર જ મંદિરના નામે ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.

• ઔરંગાબાદ હવે છત્રપતિ સંભાજીનગરઃ એકનાથ શિંદેના નેતૃત્વમાં બનેલી મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ કરવાનું જાહેરનામુ જારી કર્યું છે.

• નિપાહ વાઇરસના કેરલમાં 4 દર્દી, 2 મોતઃ કોઝિકોડમાં નિપાહ વાઇરસથી 9 વર્ષનું બાળક અને એક યુવક સહિત બે લોકોનાં મોત થયાં છે. કેરલમાં અન્ય બે વ્યક્તિને પણ નિપાહ હોવાનું જણાયું છે.

• મણિપુરમાં 175 લોકોનાં મોત, 96 મૃતદેહ બિનવારસીઃ મણિપુર હિંસાને 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે આ હિંસામાં મણિપુર રાજ્યમાં કુલ 175 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 96 મૃતદેહના કોઈ વારસ મળ્યા નથી.


comments powered by Disqus