સુરતઃ દેશભરમાં ગણેશ ચતુર્થીની રંગેચંગે ઉજવણી થઈ, ત્યારે સુરતન કતારગામમાં રહેતા અને પોલિશિંગનો વ્યવસાય કરતા વેપારી રાજેશભાઈ પાંડવ પાસે ગણપતિની રૂ. 500 કરોડથી વધુ મોંઘી ગણપતિ પ્રતિમા છે.
સુરતના પાંડવ પરિવારના ઘરમાં હાજર ડાયમંડ ગણેશની કિંમત કરોડોમાં છે. તેની ઊંચાઈ માત્ર 2.44 સેન્ટિમીટર છે, જે કાપેલા હીરાની બનેલી છે. આ કારણથી આ પ્રતિમાની કિંમત અંદાજે રૂ. 500 કરોડ આંકવામાં આવી છે, જે દેશના સૌથી મોંઘા ગણેશ છેે. વર્ષ 2005માં રાજેશ પાંડવને આ મૂર્તિ દક્ષિણ આફ્રિકામાં એક હરાજી દરમિયાન મળી હતી.

