પાટણમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો હતો. પાટણમાં સાંતલપુરના ચારણકા ગામે આવેલો સોલાર પ્લાન્ટ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો. સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદના કારણે સોલાર પ્લાન્ટમાં કરોડોનું નુકસાન થયું છે.

