જામનગરઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ભાજપના પેજ પ્રમુખો પણ જો વિચાર કરીને કોંગ્રેસમાં જોડાવા માગતા હોય તો આવી શકે છે. ભાજપ સરકારમાં સામાન્ય નાગરિકો મોંઘવારી અને બેરોજગારીથી પીસાઈ રહ્યા છે, તે જોઈને ભાજપના કાર્યકરો હૃદય પરિવર્તન કરી કોંગ્રેસમાં આવે તો તેમને આવકારવામાં આવશે.
ગોહિલે સોમવારે જગન્નાથ મંદિરે દર્શન પણ કર્યાં હતાં. કોંગ્રેસના 15 સીનિયર નેતાઓને દિલ્હી હાઇકમાન્ડથી તેડું આવ્યું છે. આ નેતાઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણી અંગેના ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના અહેવાલ અને લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચા કરશે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના વિતરણમાં ભૌગૌલિક સમીકરણો, સમાજનાં સમીકરણો સહિતની બાબતે પ્રદેશ નેતાગીરી સામે નારાજગી વ્યકત કરી છે.

