ભગવાન જગન્નાથની રથયાત્રા નગરચર્યા દરમિયાન તેમના મોસાળ સરસપુર ખાતે પહોંચી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરી સ્થાનિકો દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું. આ સાથે રથયાત્રામાં સામેલ ભક્તો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.

