20 દિવસમાં 5 ક્રિકેટરના રમત બાદ જીવ થંભી ગયા

Wednesday 22nd February 2023 04:32 EST
 
 

રાજકોટઃ સુરત અને રાજકોટમાં વધુ બે ક્રિકેટરનું રમ્યા બાદ મોત થઈ ગયું. રાજકોટમાં 20 દિવસમાં આ પ્રકારની પાંચમી ઘટના બની છે. રાજકોટમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી ઇન્ટર પ્રેસ ટૂર્નામેન્ટની મેચમાં આઉટ થઇ ખુરશી પર બેઠેલા યુવકનું હાર્ટ ફેલ થઈ ગયું હતું.
જિજ્ઞેશ ચૌહાણ નામના યુવાનને રમ્યા બાદ ખુરશી પર બેઠા-બેઠા બે વાર એટેકે આવ્યો અને તેનું મૃત્યુ થયું. જ્યારે સુરતના વરાછામાં રહેતા યુવક પ્રશાંત ભારોલિયાનું અચાનક જ મોત નીપજ્યું હતું. પ્રશાંત સવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમી પરત આવ્યો અને થોડી જ વારમાં એટેક આવતાં મોતને ભેટ્યો હતો. રાજકોટમાં ડીસાથી ભાણેજના લગ્નપ્રસંગમાં આવેલા ભાઈ ભરત બારૈયા અને 20 દિવસ પૂર્વે રવિ ગાવડે પણ ક્રિકેટ રમ્યા બાદ એટેક આવતાં મૃત્યુ પામ્યા હતા.


comments powered by Disqus