કચ્છમાં લુપ્ત થતા ઘોરાડ પક્ષીને બચાવવા સુપ્રીમ કોર્ટમાં રાવ

Wednesday 22nd February 2023 05:29 EST
 
 

ભુજઃ કચ્છ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ઘોરાડ ઝડપથી લુપ્ત થઈ રહ્યાં છે. કચ્છમાં તો હવે માત્ર ચાર માદા ઘોરાડ બચ્યાં છે, છતાં વનવિભાગ કે સરકાર દ્વારા આ પક્ષીને બચાવવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યાં નથી. સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દે સુનાવણી બાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડને બચાવવા અંડરગ્રાઉન્ડ પાવર લાઇનો ઝડપી પાથરવાની ભલામણ કોર્ટને કરી છે.

રાજસ્થાન અને ગુજરાતના કચ્છમાં જોવા મળતાં ઘોરાડ લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની સમિતિએ કોર્ટને પાવર ટ્રાન્સમિશન લાઇનોને ભૂગર્ભ સ્તરને પ્રાથમિકતા આપતા નિર્દેશો પસાર કરવા વિનંતી કરી છે. કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં ઘોરાડનાં મૃત્યુ અને ગુજરાતમાં પક્ષીની હીલચાલને જોતાં અગ્રતા ધરાવતા વિસ્તારોમાં ટ્રાન્સમિશન ભૂગર્ભ વીજલાઇનો ઝડપથી નાખવા માટે સંબંધિત એજન્સીઓને જરૂરી નિર્દેશો આપવામાં આવી છે.


comments powered by Disqus