કાશ્મીર પછી કચ્છમાં પણ લિથિયમ ધાતુની સંભાવના

Wednesday 22nd February 2023 05:28 EST
 
 

ભુજ: જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો મોટો જથ્થો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI)ની ટીમને મળી આવ્યો છે, જે ભારત માટે એક વરદાન સાબિત થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડારનો હોવાની સંભાવના છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં બેટરી બનાવવામાં ઉપયોગમાં લેવાતા લિથિયમના સ્રોત મળી આવ્યા છે. આ દુર્લભ ધાતુ ખૂબ જ ઓછી માત્રામાં મળે છે અને ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ કચ્છમાં પણ આ ધાતુ શોધી રહ્યું છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દેશમાં વિવિધ જગ્યાએ આ લિથિયમ સહિતની દુર્લભ ધાતુની શોધ કરી રહી છે.
પ્રકૃતિની સૌથી હલકી ધાતુ પૈકીની એક
લિથિયમ પ્રકૃતિની સૌથી હલકી ધાતુ છે. અન્ય પદાર્થો સાથે તે ઝડપથી રાસાયણિક ક્રિયા કરે છે. તેને હવામાં રાખવામાં આવે તો ઓક્સિજન સાથે રાસાયણિક ક્રિયાથી સળગવા લાગે છે, તેના કારણે જ આ ધાતુને તેલમાં રાખવામાં આવે છે. તે શુદ્ધ રૂપમાં મળતી નથી. તે ધાતુ હોવા છતાં ચાકુથી તેને કાપી શકાય તેવી નરમ હોય છે.


comments powered by Disqus