ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન

Wednesday 22nd February 2023 04:31 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલી એટલે કે ઓ.પી. કોહલીનું 87 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીના નિધનને લઈને સોશિયલ મીડિયા ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઓમપ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935ના રોજ થયો હતો.


comments powered by Disqus