જૂનાગઢઃ ભવનાથ ખાતે મહાશિવરાત્રિના મેળામાં ઇટાલીના રોમથી શિવાની ભારતી અને અમર ભારતી નામના 2 સાધુ પણ આવ્યાં. જેઓ પોતાનું પિંડદાન કરી સાધુ બન્યાં છે. મૂળ ઇટાલિયન અમરભારતીએ જણાવ્યું કે, હું પ્રથમ વખત જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં આવ્યો છું. અલાહાબાદમાં કુંભ મેળો યોજાય છે, તેવો જ મિની કુંભમેળો જૂનાગઢમાં યોજાતો હોવાનું જાણી અમે જૂનાગઢ આવ્યાં છીએ. અમે 4 વર્ષ પહેલાં વિશ્વંભર ભારતીબાપુ નામના સાધુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી છે.
અમરભારતીએ જણાવ્યું કે, હવે સમજાયું છે કે તમામ ધર્મોનું મૂળ સનાતન ધર્મ છે. ભારત આધ્યાત્મિકતાનાં ઉચ્ચ શિખર ધરાવતો દેશ છે. દરમિયાન તેમના પૂર્વાશ્રમ અંગે પૂછતાં વો મર ગયા એવું જણાવી જૂની ઓળખ ફરી તાજી કરવા માગતા ન હોય તેમ જણાયું હતું.

