સોમનાથઃ ઘૂઘવતા અરબી સમુદ્ર કિનારે આવેલા દેશના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ શિવાલયમાં મહાશિવરાત્રિ નિમિતે ભકતોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી ભાવિકોએ દર્શનાર્થે લાંબી કતાર લગાવી દીધી હતી, નમઃપાર્વતી પતયે હર હર મહાદેવના પ્રચંડ જયઘોષ સાથે આગળ વધતા વધતા મંદિરમાં સોમનાથ શિવાલયમાં પહોંચી ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, સહિતની પૂજા કરી હતી. દેવાધિદેવ સોમનાથ મહાદેવને જુદા - જુદા શ્રૃંગારથી સજાવવામાં આવ્યા હતા. ચારે'ય પ્રહરની આરતી વખતે નગારા, ઝાલરના નાદથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. મહાશિવરાત્રિ નિમિત્તે ૨૪૫૫ રૂદ્રાભિષેક, 46 ધ્વજારોહણ પૂજા, 53 સોમેશ્વર પૂજા કરવામાં આવી હતી, મોડી રાત સુધીમાં 75000 જેટલા ભાવિકો દર્શન લાભ લઇ ધન્ય ધન્ય બની ગયા હતા.

