બાલાસિનોર: મહિસાગરના બાલાસિનોરમાં કારચાલકે લગ્નના વરઘોડામાં ઘૂસી લોકોને અડફેટે લીધા હતા. કારચાલકની આ બેદરકારીના કારણે 25 લોકો ઇજાગ્રસ્ત થયા, જ્યારે 2 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. વરઘોડાને અચાનક જ કારે અડફેટે લેતા પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.
આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અમારો વરઘોડો મંડપમાં પહોંચવા જ આવ્યો હતો, તે દરમિયાન એક ગાડી 100થી વધુની સ્પીડે આવી અને અમારા લોકોને અડફેટે લીધા હતા. આ કારમાં ચાલક સહિત ચાર લોકો સવાર હતા, જે નશાની હાલતમાં હોય તેમ લાગી રહ્યું હતું. આ તમામ ચાર લોકોએ પકડીને અમે પોલીસના હવાલે કર્યા છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે બાલાસિનોરમાં સેવાલીયા રોડ પર પેટ્રોલપંપ પાસે જાનનો વરઘોડો નીકળ્યો હતો, તે સમયે અચાનક લોકો પર સફેદ સ્વિફ્ટ કાર ફરી વળી હતી

