સોમનાથઃ સોમનાથ મહાશિવરાત્રીના પાવન પર્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૂકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ ત૨ફથી ટ્રસ્ટી પી.કે. લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું. પૂજારીએ ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા તેઓનું સન્માન કર્યું હતું. મૂકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજામાં ભાગ લીધો હતો, તેમજ તેઓએ શ્રી સોમનાથ ટ્રસ્ટને રૂ. 1.51 કરોડનું દાન આપ્યું હતું.

