દ્વારકાઃ દુનિયાભરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે આર્થિક સમીકરણો બદલી નાખ્યાં છે. દરમિયાન ભારતીય યોગ પદ્ધતિ બંને દેશોના નાગરિકોને એકસાથે જોડતી કડી બની છે. બંને દેશોના કુલ 14 નાગરિકો ભારતની યાત્રાએ આવ્યા છે. તેઓએ સોમનાથ મહાદેવ મંદિરનાં દર્શન કરી 3 કલાક મંદિરમાં વિતાવ્યા હતા.
આ અંગે વેરાવળ-પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડોડિયાએ જણાવ્યું હતું કે, રશિયાની એલેના નામની મહિલાની આગેવાનીમાં 8 રશિયન અને યુક્રેનિયન નાગરિકો ભારતની યાત્રાએ આવ્યા છે. આ ગ્રૂપના બધા જ સભ્યો ભારતીય યોગશાસ્ત્રથી ખૂબ જ આકર્ષાયેલા છે. તેઓ કોઈ યોગગુરુ કે અન્યના અનુયાયી નથી. પણ પોતાની રીતે જ પોતાના દેશમાં ભારતીય યોગની સાધના કરે છે. તેઓ અવારનવાર ભારતની યાત્રાએ પણ આવતા રહે છે. તેઓ મહાશિવરાત્રીને લઈ સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા છે.

