વર્લ્ડ સાયન્ટિફિક રેન્કિંગમાં સુરતની SVNIT પ્રથમ, MSU દ્વિતીય

Wednesday 22nd February 2023 04:33 EST
 
 

સુરતઃ આ વર્ષ 2023માં જાણીતી એજ્યુકેશન રિસર્ચ સંસ્થા એલ્પર ડોગર (એડી)એ વિજ્ઞાનનું શિક્ષણ આપવાની સાથે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરતી દુનિયાની 20,089 યુનિ.ઓ અને 13 લાખથી વધુ વિજ્ઞાનીઓના સંશોધનોનો અભ્યાસ કરીને યુનિવર્સિટીઓનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગ અંતર્ગત ભારત માટે અલાયદો વિભાગ જાહેર કર્યો છે. જે અંતર્ગત ગુજરાતની 33 યુનિવર્સિટીને આ યાદીમાં સ્થાન મળ્યું છે, જેમાં સુરતની એસવીએનઆઇટી પ્રથમ અને વડોદરાની એમએસ યુનિ. બીજા ક્રમે આવી છે. ગુજરાતની ટોપ-10 યુનિવર્સિટીઓમાં અમદાવાદની સૌથી વધુ 4 યુનિવર્સિટી આ યાદીમાં છે, જ્યારે સુરત, વડોદરા ઉપરાંત આણંદ-વિદ્યાનગરની 3 અને ગાંધીનગરની એક યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus