સુરતમાં 2 વર્ષની બાળકીને 3 કૂતરાંએ 40 બચકાં ભર્યાં

Wednesday 22nd February 2023 05:28 EST
 
 

સુરતઃ સુરતની ખજોદ ડાયમંડ બુર્સ લેબર કોલોનીમાં 2 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે 3 શ્વાન તેના પર તૂટી પડ્યાં હતાં અને આખા શરીરે 40થી વધુ બચકાં ભરી લીધાં હતાં. ઘાયલ બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ છે. બાળકી રમતાં કોલોની  પાછળના ખુલ્લા મેદાનમાં ગઈ હતી, જ્યાં 3 કૂતરાં તેના પર તૂટી પડ્યાં હતાં. કૂતરાંઓએ બાળકીના માથાના વાળ સહિત ચામડીનો મોટો હિસ્સો કરડી ખાધો હતો. ડોક્ટરને કૂતરાના હુમલામાં બાળકીનાં ફેફસાંમાં કાણું પડી ગયું હોવાની શંકા છે.


comments powered by Disqus