સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં સૌથી વધુ પ્રવાસીઓની ભીડ

Wednesday 22nd November 2023 07:52 EST
 
 

કેવડિયાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસબાસનાં પ્રવાસન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. એટલે 4 વર્ષના ટૂંકા ગાળામાં 1.5 કરોડથી વધુ પ્રવાસીની સંખ્યા પાર કરી દીધી છે.
આ વખતે દિવાળી વેકેશનમાં 5થી 6 દિવસના મિની વેકેશનમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો જોવા મળ્યો. ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે એક લાખ કરતાં પણ વધુ પ્રવાસી નોંધાયા છે. 2022માં 2.44 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 2023માં 3.58 લાખ પ્રવાસીઓ નોંધાયા છે. આમ પ્રવાસીઓમાં સતત વધારો નોંધાયો છે.
નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબર 2018થી આજ સુધીમાં 1.50 કરોડ પ્રવાસી નોંધાતાં કરોડો રૂપિયાની આવક થઈ છે. દિવાળીના પૂર્વ દિવસોથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રહ્યો હતો.
શનિવારની રજામાં 40 હજાર અને રવિવારની રજામાં વર્લ્ડકપની ફાઇનલ મેચ અને લાભપાંચમ હોવા છતાં 50 હજાર જેટલા પ્રવાસી નોંધાયા હતા. આ દિવાળીમાં 20 તારીખ સુધી બુકિંગ ફુલ હતું.


comments powered by Disqus