નવી દિલ્હીઃ ઈડીએ શુક્રવારે મહાઠગ કિરણ પટેલ અને તેની સાથે સંકળાયેલા લોકોનાં 12 ઠેકાણે વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા. સાથે જ ઇઈડીએ કિરણ પટેલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. કિરણ પટેલ સામે જમ્મુ-કાશ્મીરમાં પીએમઓના અધિકારી હોવાનો ઢોંગ કરીને સ્થાનિક વહીવટીતંત્ર સહિત વિવિધ લોકો સાથે છેતરપિંડી આચરવાનો આરોપ છે. ઈડીએ જણાવ્યું હતું કે, 19 મેના રોજ હાથ ધરવામાં આવેલા સર્ચમાં વિવિધ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા, સાથે જ જમ્મુ-કાશ્મીર તથા અન્ય સ્થળોએ પણ આ અંગેની તપાસ ચાલુ છે. ઈડી દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મોરબી, મહેસાણામાં 12 સ્થળે સર્ચ કરાયું હતું.

