ચિંતન શિબિરો પ્રજાકલ્યાણની નવતર રાહ શોધવાનું કામ કરે છે : મુખ્યમંત્રી

Wednesday 24th May 2023 06:37 EDT
 
 

કેવડિયાઃ ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર પૂર્ણ થતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચિંતન શિબિર વૈચારિક તાકાત ઊભી કરવાની સાથે જનસેવાના સંકલ્પને દોહરાવવા ઉપરાંત સરકારની સેવાને વધુ સુલભ બનાવવાનું વિચાર મંથન છે. નવતર બાબતોના અમલમાં કેવી મુશ્કેલી કે પડકારો આવી શકે તે શોધવા માટે ચિંતન શિબિરના વિચારો બહુ જ ઉપયોગી નિવડે છે.
મુખ્યમંત્રીએ દસમી ચિંતન શિબિરનું સમાપન કરાવતાં કહ્યું કે, છેવાડાના માનવીને સરકારી યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી કાર્યશૈલી વિકસાવવા અને તેમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરવા શિબિર ખૂટતી કડીઓ પૂરવાનું કામ કરે છે. ચિંતન શિબિરમાં વૈચારિક તાકાત ઊભી કરવાની સાથે જનસેવાના સંકલ્પને દોહરાવવા ઉપરાંત સરકારની સેવાને વધુ સુલભ બનાવવા વિચાર મંથન થયું છે.


comments powered by Disqus