17 રાજ્યનાં 56 બાળકોને વીરતા, અમનદીપને પ્રહલાદ એવોર્ડ

Wednesday 25th January 2023 06:26 EST
 
 

નવીદિલ્હીઃ 17 રાજ્યોનાં 56 બાળકોને એનજીઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર (ICCW)ના વીરતા પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. 2020 માટે 22, 2021 માટે 16, 2023 માટે 18 બાળકોને વીરતા પુરસ્કાર એનાયત કરાયો હતો. 6 અન્ય વિશેષ એવોર્ડ માર્કંડેય, પ્રહલાદ, એકલવ્ય, અભિમન્યુ, શ્રવણ, ધ્રુવ એવોર્ડ પણ અપાયા હતા. ભારત એવોર્ડ કેડેટ અમિત રાજને મરણોપરાંત એવોર્ડ અપાયો હતો.
માર્કંડેય એવોર્ડ 2020 માટે મોહિત ઉપ્રેતી (18)ને અપાયો હતો જેણે ચિત્તાથી મિત્રનો જીવ બચાવ્યો હતો. 2021 માટે છત્તીસગઢના અમન જ્યોતિ જહીરને મળ્યો જેણે એક વ્યક્તિને ડૂબતી બચાવી હતી. 2022 માટે ઉત્તરાખંડના નીતિન સિંહને મળ્યો, જેણે બહાદુરીથી ચિત્તાનો સામનો કર્યો હતો. પંજાબની અમનદીપ કૌરને આગ લાગેલી કારમાંથી ચાર બાળકોનો જીવ બચાવવા બદલ પ્રહલાદ એવોર્ડ અપાયો હતો.


comments powered by Disqus