પોર્ટબ્લેરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ પર બનનારા નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતના પરમવીર ચક્ર વિજેતા જવાનોને સન્માન આપતાં અંદમાન - નિકોબારના 21 દ્વીપનું નામકરણ કર્યું.
21 મોટા દ્વીપોનું નામકરણ
આ દ્વીપનાં નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પર રખાયાં છે. આ વીરોમાં વિક્રમ બત્રા, અબ્દુલ હમીદ જેવાં નામ સામેલ છે. પ્રધાનમંત્રીએ પરાક્રમ દિવસના અવસર પર અંદમાન-નિકોબારનાં 21 મોટા દ્વીપોનું નામકરણ કર્યું. નેતાજીની 126મી જન્મજયંતીના સમારોહમાં સામેલ થવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસે પોર્ટ બ્લેયર ખાતે પહોંચ્યા હતા.
આ વીરોનાં નામ પર રખાયા દ્વીપનાં નામ
કંપની હવલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન જી.એસ. સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ ધાનસિંહ થાપા, સુબેદાર જોગિન્દર સિંહ, મેજર શૈતાનસિંહ, કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ, લેફ્ટનન્ટ કર્નલ અર્દેશિર બુર્જોરજી તારાપોર, લાન્સ નાયક અલ્બર્ટ એક્કા, મેજર હોશિયારસિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ક્ષેત્રપાળ, ફ્લાઇંગ ઓફિસર નિર્મલસિંહ શેખો, મેજર પરમેશ્વરમ્, નાયબ સુબેદાર બના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર, સુબેદાર મેજર યોગેન્દ્રસિંહ યાદવનાં નામ પર 21 દ્વીપનાં નામ આપવામાં આવ્યાં છે.
સુભાષચંદ્ર બોઝનાં ચિત્ર પર પુષ્પાંજલિ અર્પિત
પીએમ મોદીએ નેતાજીની જયંતી પર સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પિત કરી.

