આઇઆઇએમ-એના નવા ડિરેક્ટર તરીકે પ્રો.ભરત ભાસ્કર

Wednesday 25th January 2023 05:22 EST
 
 

અમદાવાદઃ IIMAના નવા ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભરત ભાસ્કરની નિમણૂક કરાઈ છે. તેઓ 1 માર્ચથી 5 વર્ષ માટે ચાર્જ સંભાળશે. હાલમાં પ્રોફેસર ભાસ્કર આઈઆઈએમ લખનૌ ખાતે ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સિસ્ટમ્સના પ્રોફેસર છે. વચગાળાના સમય દરમિયાન બોર્ડ ઓફ ગવર્નર્સ પ્રો. અરિદમ બેનર્જીને ડિરેક્ટર-ઇન-ચાર્જ તરીકે નિયુક્ત કર્યા છે. IIMA બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા એક સમિતિની રચના કરી હતી. જેમાં ડિરેક્ટર પદ માટે 13 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા.
ઇન્ફર્મેશન ટેકનોલોજી લીડર તરીકે પ્રોફેસર ભાસ્કર લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. ભારત અને ગ્લોબલ લેવલ પર રિસર્ચ, ઈન્ડસ્ટ્રી, શિક્ષણ અને કન્સલ્ટિંગના અનુભવી પણ છે. માર્ચ 2017 થી માર્ચ 2022 સુધી આઈઆઈએમ રાયપુરના ડિરેક્ટર હતા. અગાઉ આઈઆઈએમ લખનૌના કાર્યકારી ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.


comments powered by Disqus