આણંદઃ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે શુભેચ્છા પાઠવવા માટે ફેસબુક પર વિવાદિત પોસ્ટ મૂકી હતી. જેમાં યોગેશ પટેલે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા. જે પોસ્ટનો વિરોધ કરતા કોંગ્રેસે સાઇબર સેલમાં ધારાસભ્ય સામે ગુનો નોંધાવ્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યની આ પોસ્ટને આપત્તિજનક ગણાવી ફરિયાદ નોંધાવી છે. પોસ્ટ પર વિવાદ થતાં યોગેશ પટેલે તેને ડિલીટ કરી માફી માગી હતી.

