ઉપરકોટને ફરી મળ્યો વિસરાયેલો વૈભવ

Wednesday 25th January 2023 05:54 EST
 
 

જૂનાગઢઃ જૂનાગઢની શાન સમાન ઉપરકોટનો કિલ્લો નવીનીકરણ માટે છેલ્લા 3 વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો. અંદાજે રૂ 60 કરોડના ખર્ચે આ કિલ્લાનું નવીનીકરણ ઝીરો સિમેન્ટ પોલિસી હેઠળ કરવામાં આવ્યું. આ કિલ્લો ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ખુલ્લો મૂકવામાં આવશે. ઉપરકોટમાં આવેલા દરેક જોવાલાયક સ્થળ સુધી પહોંચવા સાઈકલ-વે બનાવવામાં આવ્યો છે. જ્યારે લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં જૂનાગઢનો ઈતિહાસ જાણી શકાશે.


comments powered by Disqus