અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર એરલાઇન્સની ભૂલના કારણે મુસાફરો મુંબઈના બદલે બેંગાલુરુ પહોંચી જાત. જો કે છેલ્લી ઘડીએ અન્ય ફ્લાઇટમાં બેસી ગયેલા મુસાફરોને ખોટી ફ્લાઇટ પર પહોંચ્યા હોવાનું જણાયું હતું. અમદાવાદથી એક જ એરલાઇનની મુંબઇ અને બેંગાલુરુની ફ્લાઇટ એકસાથે ઉપડવાની હતી. બંને ફ્લાઇટ ખૂબ જ નજીક ઊભી હોવાથી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીનો બસ ડ્રાઇવર ગૂંચવણમાં મૂકાયો અને તેણે મુંબઇના મુસાફરોને બેંગાલુરુ જતી ફ્લાઇટ પાસે ઉતારી દીધા હતા.

