કચ્છની સિરક્રિક સીમાથી બાડમેર સુધી બીએસએફનું ‘ઓપ્સ એલર્ટ’

Wednesday 25th January 2023 05:37 EST
 
 

આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત દ્વારા 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2023 દરમિયાન ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદે સિરક્રિકથી કચ્છની રણ સીમા ઉપરાંત છેક બાડમેર જિલ્લા સુધી સાત દિવસીય 'ઓપ્સ એલર્ટ' કવાયત હાથ ધરવામાં આવી. બીએસએફનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્ત્વોની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે 'ઓપ્સ એલર્ટ' કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયત દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ છેવાડાના વિસ્તારો તેમજ ક્રિક અને હરામી નાળામાં વિશેષ સુરક્ષા અને પેટ્રોલિંગ સહિત કામગીરી હાથ ધરવામાં આવી.


comments powered by Disqus